હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO માં નહીં આપવો પડે ટેસ્ટ

ટૂંક સમયમાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે નવા નિયમનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ અંતર્ગત, માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ કેન્દ્રો પર સફળતાપૂર્વક તાલીમ મેળવનાર ઉમેદવારોએ DL મેળવતી વખતે ફરીથી ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા આપવાની રહેશે નહીં, તેમને આમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે, તમારે કેન્દ્રમાં તાલીમ પૂર્ણ કર્યા પછી એક પરીક્ષણ પાસ કરવાની જરૂર પડશે, જે ઑડિટ માટે ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવામાં આવશે.

5 વર્ષ પછી રિન્યુ કરાવવાનું રહેશે

મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા માન્ય ડ્રાઇવિંગ કેન્દ્રોમાંથી ડ્રાઇવિંગની તાલીમ લીધા પછી, ડ્રાઇવરો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં મદદરૂપ થશે. નોટિફિકેશન મુજબ, માન્યતા પ્રાપ્ત કેન્દ્રો દ્વારા આપવામાં આવેલી માન્યતા પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે અને તેનું નવીકરણ કરી શકાશે. લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવર ડ્રાઇવિંગ કોર્સનો સમયગાળો ચાર અઠવાડિયામાં મહત્તમ 29 કલાકનો રહેશે.

આ કોર્સને થિયરી અને પ્રેક્ટિસ એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવશે. મધ્યમ અને ભારે મોટર વાહનો માટેના અભ્યાસક્રમનો સમયગાળો છ અઠવાડિયામાં 38 કલાકનો રહેશે. આ દરમિયાન, ડ્રાઇવરોને રસ્તા પરના અન્ય ડ્રાઇવરો સાથે વધુ સારા વર્તન અને શિસ્ત વિશે પણ મહત્વપૂર્ણ બાબતો શીખવવામાં આવશે.

ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ(પુનઃ માન્યતા) / નકલ

 • ડ્રાઇવીંગ લાઇસન્સની તેમાં લખાયેલી તારીખ સુધી માન્ય ગણાશે.
 • ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ માટે વધારાના 30 દિવસની છૂટ આપવામાં આવશે.
 • જો ડ્રાઇવીંગં લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ રિન્યુઅલ માટે સમયમર્યાદા પૂર્ણ થતી હોય તે તારીખના પાંચ વર્ષ દરમિયાન આવે તો તેને ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ લાઇસન્સ રિન્યુઅલ કરાવ્યા તારીખથી માન્ય થઇ જાય છે.
 • ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ માટે ઓનલાઇન અરજી કરવા ની રહૅશે. https://parivahan.gov.in
 • જો અરજીકર્તાની ઉંમર 50 વર્ષથી વધુ હોય તો વાહનના ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ વખતે ફોર્મ 1-એ PDF file માં મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવું આવશ્યક છે.
 • જો સમયગાળાની અંદર જ અરજી કરવાની હોય તો રૂ.200 ની ફી સાથે સ્માર્ટ કાર્ડ ફીના રૂ.200 ચૂકવવાના રહેશે.
 • સમયમર્યાદામાં વિલંબના પ્રતિ વર્ષ વધારાની રૂ.1000 ફી ભરવાની રહેશે.
 • રાજ્યના કે આરટીઓના અસલ ડ્રાઇવીંગ લાઇસન્સના કેસમાં જે તે આરટીઓનું એનઓસી રજૂ કરવાનું રહેશે.

ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા

 • ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા ઓનલાઇન અરજી કરવા ની રહૅશે
 • જેમાં અસલ ડ્રાઇવીંગ લાઇસન્સ અને રૂ.200 ફી ભરવાની રહેશે.
 • અરજીકર્તા અસલ સ્માર્ટ કાર્ડનો નંબર ભૂલી ગયા હોય તો તેવા સંજોગોમાં તે તેની માહિતી મેળવવા અરજી કરી શકે છે, આ અરજીમાં તેણે પોતાનું નામ, સરનામું, જન્મતારીખની સાથે રૂ.25 ફી ભરાવાની રહેશે.
 • ડ્રાઇવીંગ લાઇસન્સમાં નામ, સરનામું વિગેરે બદલાવવું હોય તો સાદા કાગળ ઉપર સ્માર્ટ કાર્ડ સાથે રૂ.200 ફી ભરવી જરૂરી છે.
 • અરજી સાથે લાઇસન્સ આપનાર મૂળભૂત અધિકૃત તંત્રનું એનઓસી જોડવાનું રહેશે.

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરવાનો (IDP)

 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ફોર્મ 4(એ) PDF file માં અરજીની સાથે ફોર્મ 1(એ) PDF file માં મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવાનું રહેશે.
 • વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ. પાસપોર્ટ, વીઝાની નકલ અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અરજી સાથે જોડવા જરૂરી છે.
 • આ હેતુ માટે રૂ.1000 ની ફી ભરવાની રહેશે.
 • પરવાનો એક વર્ષના સમયગાળા માટે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સની માન્યતા પૈકી જે વહેલું હોય તેટલા સમય માટે આપવામાં આવે છે.
 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ડુપ્લિકેટ(નકલ) કે રિન્યુઅલ કરવામાં નહીં આવે.
 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રિન્યુઅલ કરવામાં નહીં આવે.
 • એ નોંધવું જરૂરી છે કે આવા લાઇસન્સ માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને તમણે આરટીઓમાં પ્રત્યક્ષ ઉપસ્થિત થવાનું રહેશે.

ડ્રાઇવીંગ લાઇસન્સ આપવું

અરજીકર્તાને લર્નીંગ લાઇસન્સ જે દિવસે તે નોલેજ ટેસ્ટ માટે રૂબરૂ આવે ત્યારે તે જ દિવસે મળી જશે.

 • ડ્રાઇવીંગ લાઇસન્સ સ્પીડ પોસ્ટથી અરજીકર્તા દ્વારા અરજીમાં દર્શાવવામાં આવેલા સરનામે મોકલવામાં આવશે.
 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરવામો અરજીકર્તાને રૂબરૂ આપવામાં આવશે.
Home pageClick Here

Leave a Comment