યોજનાનું નામ

ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન

ઉદ્દેશ

E-Labour Portal has been launched by the Department of Labor and Employment, Government of India to provide benefits to the workers. Information on all workers will be collected through this portal. This article will provide all the information through e Shram Card.

લાભાર્થી 

– દરજી – માળી – બીડી કામદારો – ફેરીયા – રસોઈયા – અગરિયા – ક્લીનર- ડ્રાઇવર – ગૃહ ઉદ્યોગ – ઈંટો કામ કરનાર – રસોઈ કરનાર – જમીન વગરના – બ્યુટી પાર્લર વર્કર – આશા વર્કર – કુંભાર – કર્મકાંડ કરનાર – ખેતશ્રમિક – કડીયાકામ, ઈંટો ગોઠવી – સુથાર, મિસ્ત્રી – લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર

લાભાર્થી 

– લુહાર – વાળંદ – માછીમાર – કલરકામ – આગરીયા સફાઈ – કુલીઓ – માનદવેતન મેળવનાર – રિક્ષા ચાલક – પાથરણાવાળા – રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર – ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો – રત્ન કલાકારો – આંગણવાડી કાર્યકર – વાયરમેન – વેલ્ડર – ઇલેક્ટ્રિશિયન – પ્લમ્બર – હમાલ – મોચી

મળવાપાત્ર લાભ

– 2 લાખ રૂપિયાનો અકસ્માત જીવન વીમો મળી શકે છે. – આવનારા સમયમાં સરકાર દ્વારા કામદારો માટે લાવવામાં આવેલી કોઈપણ સુવિધાનો સીધો લાભ મળશે. – ભવિષ્યમાં પેન્શનની સુવિધા મળી શકે છે. – ખર્ચાળ સારવારમાં નાણાકીય સહાય. – સગર્ભા બેનિફિટ હેઠળ, જો કોઈ સગર્ભા મહિલા કર્મચારી કામ કરી શકતી નથી, તો તેને તેના અને તેના બાળકોના – ભરણપોષણ અને ભરણપોષણ માટે સંપૂર્ણ વ્યવસ્થાનો લાભ મળશે. – ઘર બનાવવા માટે સહાય. – બાળકોના શિક્ષણ માટે નાણાકીય મદદ. – કૌશલ્ય અપગ્રેડેશન માટે નાણાકીય સહાય.

વિશેષતા

– અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ. – શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. – શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

– આધાર કાર્ડ – આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવા જોઈએ – બેંક એકાઉન્ટ ડિટેઇલ – ઉંમર 16-59 વર્ષ ની અંદર હોવી જોઈ (06-01-1962 to 05-01-2006)

જરૂરી દસ્તાવેજ

અધિકૃત વેબસાઈટ

https://register.eshram.gov.in/#/user/self

How To Apply?

– ઈ શ્રમ પોર્ટલ પર જતા જ તમને REGISTER on e-Shram નામનું ઓપ્શન દેખાશે જેના પાર તમારે ક્લિક કરવાનું રહેશે. અથવા આ લિંક પર ક્લિક કરી શકો છો. https://register.eshram.gov.in/#/user/self – ત્યારબાદ તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારે પહેલા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે ત્યાં લખવાનો રહેશે અને કેપ્ચા કોડ લખી ને Send OTP પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જે otp આવે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે. – ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર લખવાના રહેશે અને ત્રીજું OTP લખેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અને કેપ્ચા કોડ લખી ને સબમિટ પાર ક્લિક કરવાનું રહેશે જેથી કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હશે તેમાં OTP આવશે. અને જે OTP લખી ને Submit પાર ક્લિક કરવાનું રહેશે. – OTP દાખલ કર્યાબાદ તમારા આધારકાર્ડ ની બધી માહિતી ત્યાં તમને જોવા મળશે જે તમારે એક વખત અને ત્યારબાદ તમારે term and condition ના ચેકબોક્સ ક્લિક કરીને Continue to Enter Other Details પર ક્લિક કરવાનું રહેશે

How To Apply?

– ત્યારબાદ તમારી સામે Personal Details ભરવાની રહેશે જેમાં તમારુ ઇમેઇલ આઈડી ,ઇમર્જન્સી મોબાઈલ નંબર ,તમારા પિતા નું નામ ,જ્ઞાતિ ,બ્લડ ગ્રુપ અને નોમિની (વારસદાર) ની વિગત ભરવાની રહેશે. નોમિની નું નામ ,જન્મ તારીખ ,જતી અને વારસદાર સાથે તમારો શું સંબંધ છે તે લખવાનું રહેશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે. – ત્યારબાદ તમારે હવે Residential Details ભરવાની રહેશે જેમાં તમારે તમારું સરનામું લખવાનું રહેશે. તેમાં સૌપ્રથમ રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. અને તેના બાદ State Specific ID લખેલું છે તેમાં કંઈપણ લખવાની જરૂર નથી. – ત્યારબાદ નીચે Current Address નું ઓપ્શન આવશે જેમાં તમારે વર્તમાન માં જ્યાં રહો છો એ સરનામું લખવાનું રહશે. જો તમે ગામડા માં રહો છો Rural અને શહેર માં રહો છો તો Urban સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ તમારું સરનામું લખવાનું રહશે. જેમાં રાજ્ય અને જિલ્લો અને પીનકોડ સિલેક્ટ કરવાનો રહેશે.

How To Apply?

– અને નીચે તમે કેટલા વર્ષો થી તે સરનામાં પાર રહો છો તે લખવાનું રહેશે .અને પછી જો તમારું કાયમી સરનામું અને હાલ નું સરનામું એક જ હોઈ તો નીચે આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરવું. અને જો બંને અલગ હોઈ તો કાયમી સરનામું તમારે લખવાનું રહશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે. – ત્યારબાદ તમારે હવે Educational Details ભરવાની રહેશે. જેમાં તમે કેટલું ભણેલા છો એ લખવાનું રહેશે. અને તમારા મહીના નો પગાર કેટલો છે એ લખવાનો રહેશે. અને તમારે કોઈપણ જાત ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ફરજીયાત નથી. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે. – રબાદ તમારે હવે Bank Details ભરવાની રહેશે. જેમાં તમારે બે વખત તમારા બેંક ખાતા નંબર અને IFSC કોડ લખવાનો રહેશે જે કરવાથી તમારી બેંક ની કઈ શાખા છે એની વિગત ઓટોમેટિક આવી જશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે. – ત્યારબાદ તમારે હવે તમે જે વિગતો ભરી છે એ તમને બતાવશે તો તમારે એ જોઈ લેવાનું છે કે કઈ વાંધો નથી ને અને જો કઈ પ્રોબ્લેમ હોઈ તો તમે ત્યાંથી edit કરી શકો છો. નીચે Edit નું બટન આપેલું છે. અને જો બધી વિગત સાચી હોઈ તો તમારે declaration માં આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરી ને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે.